શિષ્ટ........................ સંસ્કાર....................... શિક્ષણ
NAVCHETAN VIDHYABHAVAN Total Visit :
SANTOSHINAGAR, BESIDE BHAGIRATH-2, L.H.ROAD, SURAT-06.
Our Mentor
 
Useful Area
 Results
 Topper List
 List of Holidays
 Usefull Contacts
 Contact Manager
 Useful Websites
 Syllabus
 Calendar
 
Welcome to NAVCHETAN VIDHYABHAVAN

                    કોઇપણ વસ્તુ શિલા રહીત સ્થાયી રુપે ટકી શકતી નથી. કથી વધુ સ્તંભોની જરુરિયાત હોય છે.પરંતુ વિધાભવનનાં ભવ્ય ભવનને ઉત્તુંગ અને ઉન્ન્ત બનાવવા માટે અને સ્થિરત્ત્વ અને સ્થાયિત્ત્વ ટકાવી રાખવા ચાર આધાર શિલાઑઍ પોતાના ખભાઑનો સહિયારો સહયોગ આપ્યો.જેના ફળ સ્વરુપે ઍક નાનકડું બીજ અંકુરણ પામ્યું.અને સને ૧૯૮૯ માં શાળા માટેની પ્રથમ આવશ્યક્તા ઍટલે ભૂભાગને સંકલિત કરવામાં આવ્યો.સ્થળ પસંદગીમા સંતોષીનગર (વરાછારોડ થી દક્ષિણ દિશોન્મુખ ૧/૨ કિ.મી. અંદર)ભૂભાગનુ કાર્યકરણ્ જ્યારે થયુ ત્યારે તો સંતોષીનગર માં માત્ર ૨ મકાનો જ બન્યા હતા અને શેષ ભાગ કૃષિક્ષેત્ર જેવો હતો.ઍ કાદવમય ભુમિને સમતા પ્રદાન કરી તેના પર પ્રથમ પાંચ વર્ગખંડનું નિર્માણ કરવામાં આવ્યું.તે સમયે આજુ-બાજુનાં વિસ્તામાં કોઇપણ વિધાલય ન હોવાથી નવચેતન ના નિર્માણ થી  વિસ્તાર ના રહેવાસીઑના મહત્તમ્ પ્રશ્નનો ઉકેલ નજરે પડ્યો.ગુજરાત સરકારે આપેલી શાળાની માન્યતાને આધારે સને ૧૯૮૯ નાં જૂનમાસ  ની ૧૫ મી તારીખે શાળાનું ઉદધાટન મુક્ત વાતાવરણમાં થયું.ઉદધાટન દિને આખા દિવસ દરમ્યાન પ્રવેશની કતાર જામી હતી.અને લગભગ ૬૨૮ જેટલા વિધાર્થીઑ વિધા  અભિહિત કરવા લાગ્યા.ત્યારે ફી માત્ર ૪૦ રુ.લેવામાં આવી.તેના બદલામાં ઍક સુંદર કાર્ય અને અભ્યાસનો પ્રવાહ વહેતો થયો.


                   વિધાર્થી પ્રવેશની વધતી જતી સંખ્યાઍ મંડળને વધુ પાંચ વર્ગો બનાવવા આતુર કર્યા.અને થોડાજ સમયમાં શાળાઍ "L" આકરે ૧૦ વર્ગો ધારણ કર્યા અને વધુ શિક્ષણાર્થીઑને વિધાભ્યાસ સુલભ બન્યો.વધતી જતી વિ.સંખ્યાના કારણે વિધાર્થીઑ માટે જાજરુ/મુતરડી,પીવાના પાણી,નળ વગેરે ની વ્યવ્સ્થા પણ સુનિયોજિત રીતે કરવામાં આવી.સને ૧૯૯૦-૯૧ માં કુલ ૭૮

...more
 
Principal Message

                                                                                                        

             જીવનમા, સમાજમા, વ્યવહારમા દરેક બાળકે પોતાનો ભાગ આપવાનો છે દરેક વ્યકિત સાથે વ્યવહાર આચરવાનો છે જ્ઞાન શિક્ષણ આપે છે, પણ શિક્ષણ શિસ્ત વિના કેમ સંભવે.   શિસ્ત સંસ્કાર અને શિક્ષણનો ધ્યેય નવચેતન વિધાભવન વષં ૧૯૮૯ થી સાથંક કરી રહેલ છે.

                સાધારણ પરીવારનુ બાળક શિક્ષાથી વંચિત ન રહી જાય તેવા શુભ આશયને સાર્થક કરનાર શાળાના માનનીય ટ્રસ્ટીગણ સંસ્કાર, વૈવિધ્યતા, પ્રોત્સાહન્, માગૅદશૅન અને સતત પ્રેરણાદાયી વલણ થકી સતત પથ પ્રેરક રહયા છે.

                સતત પ્રવૃતિશિલ અને ઉત્સાહી શૈક્ષણિક સ્ટાફ ની મહેનત થી વષૅ ૨૦૦૮ થી શાળાને કેન્દ્ર અને બોડૅમાં યશ મળ્યો છે. સાથે જ બિન શૈક્ષણિક સ્ટાફ પણ એટલાજ ઉત્સાહી અને સક્રીય છે.

                માચૅ ૨૦૦૮ એસ.એસ.સી પરીક્ષામાં કેન્દ્રમાં નવમો ક્ર્મ પ્રાપ્ત કરી ધોરી ઓમકારે નવચેતન વિધાભવન ના બોર્ડ પરિણામ ની યશ કલગી મા પ્રથમ પીછું ઉમેર્યુ. વર્ષ માર્ચ-૨૦૧૦ એસ.એસ.સી. બોર્ડ માં નવમાં ક્ર્મે મલાણી જીગર તથા એચ.એસ.સી. માં ઉમરાળીયા પાયલ કેન્દ્રમાં સાતમા ક્ર્મે એમ સફળતાની હારમાળા સર્જાઇ.

              પૂર્વ પ્રાથમિક વિભાગ બાળક ના જીવનનો પાયો છે. જેનુ ઉત્તમ શૈક્ષણિક ચણતર ખૂબ જ ઉત્સાહી અને કાર્યદક્ષ  સ્ટાફ થકી સતત થઇ રહયુ છે. વિવિધ ધાર્મિક, રાષ્ટ્રીય તહેવારો, ઉત્સવો, પ્રદર્શન, રમત-ગમત થી શાળાનું બાળભવન રમતુ, ખળખળ વહેતુ, ધમધમતું રહયુ છે.

               પ્રાથમિક શિક્ષણ માધ્ય અને ઉમા. શિક્ષણનો પાયો છે. તેથી શિસ્તની સાથે-સાથે પ્રવૃતિશિલ રહી ખુબ જ કાળજીપૂર્વક નું શિક્ષણ આપતો પ્રાથમિક્ સ્ટાફ પણ એટલો  જ સક્રિય છે.

                 વિજ્ઞાન મેળો, રમતોત્સવ, પ્રદર્શન, જન્મજયંતી પૂણ્યતિથી ઉજવણી રેલી, બુલેટીન બોર્ડ, ભીતપત્રો થકી વિધાર્થી જીવનને કલરફુલ બનાવનાર ચિત્ર શિક્ષકો તેમજ વ્યાયામ શિક્ષકો અને તમામ અન્ય સ્ટાફ ની મહેનત દાદ માગી લે છે.સેવાભાવના ને સાર્થક કરતા સેવક ગણ નો ફાળો પણ નોંધનીય છે.

                શાળાની સુવિધાઓ ને સતત અધતન ઓપ આપવામાં કદીયે કચાસ ન રાખનાર ટ્રસ્ટીગણ ના સહકાર વિના શાળાની પ્રગતી શક્ય  જ નથી. શ્રી રાજેશભાઇ નાકરાણીના મહત્વકાંક્ષી કાબિલે તારીફ મેનેજમેન્ટ, સ્નેહપૂર્વક સકુશળ વહિવટી માર્ગદર્શન થકી સિદ્ધિ મેળવી ધન્યતા અનુભવુ છું અને સમાજના ઉત્તમ્ નાગરીક ઘડવાની કુશળ જવાબદારી સાથે સૌનો સહકાર સાધી સંસ્થા ના ભવિષ્યનો નિર્માણ મા શક્ય  એટલુ યોગદાન આપી મારુ જીવન વિધાર્થી જીવન નિર્માણ માટે ક્ષણો ક્ષણ સમર્પિત છે.

                                                                                                             

                                                                                            શ્રીમતિ સુનિતાબેન સોની ,

                                                                                                     આચાર્યાશ્રી   

                                                                                               નવચેતન વિદ્યાભવન

Latest News
 
Quotable Quotes
      There is a sufficiency in the world for man's need but not for man's greed.
- Mahatma Gandhi
Photo Gallery
 
 
© reserved by NAVCHETAN VIDHYABHAVAN Developed & Managed by AUM IMAGINEERING Pvt.Ltd, AHMEDABAD